नवम्बर -2018

भाषान्तरબે ટીપાં જીવન (दो बूँद जिंदगी) : રામકુમાર આત્રેય     Posted: November 1, 2018

[અનુવાદ – ડૉ. હસમુખ પરમાર]

અંકલ અંકલ ! બે ટીપાં જીવનનાં આપજો” એક મેલા ઘૅલા અર્ધનગ્ન છોકરાએ બે રૂપિયા કેમિસ્ટની સામે મૂકતાં કહયું .

“બે ટીપાં જીવનનાં ! તને કોણે બહેકાવી દીધો બેટા, આ નામની કોઈ દવા નથી . અરે ગાંડા, લે રાખ તારા બે રૂપિયા અને ઘરે જઈને દવાનું સાચું નામ લખાવી લાવ” કેમિસ્ટે હસતાં હસતાં બે રૂપિયાનો સિક્કો છોકરાના હાથમાં મૂકતાં જવાબ આપ્યો .

 “અંકલ આ એજ દવા છે જેને પીવા માટે અમિત (અમિતાભ બચ્ચન) અંકલ અમને બાળકોને સમજાવતાં રહે છે . શું તમે ટી.વી. નથી જોતા ? અમારે ત્યાં નાનકડા  ટી. વી. ઉપર કાલે પણ અમિત અંકલ આ દવા પીવા માટે કહી રહયા હતાં .” છોકરાએ ભોળાભાવે કહયું .

એમ , તો તું પોલિયો ડ્રોપ્સ વિશે કહી રહયો છે. એ તો કાલે મફતમાં મળી રહી હતી ત્યારે તું કયાં ગયો હતો ?”

“કાલે રવિવાર હતો ને અંકલ, રજા હતી . મમ્મી મને પણ એની સાથે કામ પર લઇ ગઈ હતી . હું દિવસભર ત્યાં રહયો . દિવસ ઢળ્યા  પછી અમે  ઘરે આવ્યા , જેથી મને બે ટીપાં જીવનનાં પીવા ના મળ્યાં . જો હવે હું એ બે ટીપાં નહીં પીવું તો અમિત અંકલ મારાથી નારાજ થઇ જશે . રાત્રે ટી. વી. પર એ પોતે કહી રહયા હતા કે તેઓ એ બાળક સાથે ક્યારેય વાત નહીં કરે જે બે ટીપાં જીવનનાં નહીં પીવે !” છોકરો રડવા જેવો થઇ ગયો હતો . 

-०-

गतिविधियाँ

  • चर्चा में

    हरियाणा साहित्य-संगम में लघुकथा पर विचार -विमर्श( सुकेश साहनी और राम कुमार आत्रेय की भागीदारी ।)
    लघुकथा अनवरत-2017 का विश्व पुस्तक मेले में अयन प्रकाशन के स्टाल पर विमोचन।

  • सम्पर्क:-

    सुकेश साहनी

    185,उत्सव,महानगर पार्ट–2
    बरेली–243122 (उ.प्र.)


    sahnisukesh@gmail.com

    रामेश्वर काम्बोज ´हिमांशु´
    chandanman2011@gmail.com

    रचनाएँ भेजने के लिए पता-:-

    laghukatha89@gmail.com

    विशेष सूचना-:-

    पूर्व अनुमति के बिना लघुकथा डॉट कॉंम की सामग्री का उपयोग नहीं किया जा सकता ।

    -सम्पादक द्वय

Design by TemplateWorld and brought to you by SmashingMagazine