जून 2026

भाषान्तरबदलाव/બદલાવ     Posted: October 1, 2020

गम्भीर सिंह पालनी         ગંભીર સિંહ પાલની

ગામથી નીકળ્યો, ત્યારે માએ તેને શિખામણ આપી હતી કે શહેરમાં જઈને રખડી ન જતો. ભલા માણસની જેમ જ રહેજે. જ્યાં પણ ઓળખાણ –પિછાણ વધે, ત્યાં દોસ્તોની બહેનને પોતાની બહેન જ માનજે. નવી નવી નોકરી મળી છે, તો શહેરમાં રહેવાનું થાય, પણ આ સ્વતંત્રતાને લીધે સ્વચ્છંદી ન બની જવાય, તેનું ધ્યાન રાખજે.

માની બધી જ શિખામણોને ધ્યાનમાં રાખીને તે શહેરમાં રહેવા લાગ્યો. નવા દોસ્ત પ્રહલાદની બહેન શિલ્પાને તે બહેન જ માનતો હતો, પણ એને સંબોધતી વખતે એ બહેન કહેવાના બદલે પ્રહલાદની જેમ જ તેને નામથી બોલાવતો હતો.

એણે ઘણી વાર નોંધ્યું કે શિલ્પા તેની સાથે આડીઅવળી બીજી પણ ઘણી વાતો કરવા માંડી છે. ક્યારેક પૂછતી, “ તમે તળાવમાં બોટિંગ કર્યું છે કે નહીં?” ક્યારેક વળી સામેથી કહેતી, “જો તમે આ શહેરના પિકનિક સ્પોટ પર ન જઈ શક્યા હો, તો હું તમને કોઈક દિવસ લઈ જઈશ.”

એણે એ પણ નોંધ્યું કે જ્યારે પ્રહલાદ ઘરે ન હોય અને એ વહેલો ઘરે પહોંચી જાય, ત્યારે શિલ્પાની મા શિલ્પાને તેની સાથે વાતો કરતી મૂકીને આસપાસ ક્યાંક ચાલી જતી. આવા સમયે શિલ્પાને સમજવી, એ તેના માટે અઘરું કામ થઈ પડતું હતું. એ શિલ્પાની વાતોથી ગભરાઈ જતો હતો.

કાલે રાતે જ એણે નિર્ણય લીધો કે એ માની શિખામણ મુજબ શિલ્પાને હવેથી બહેન કહીને જ બોલાવશે.  

એણે જેવું એમ કરવાનું શરૂ કર્યું કે તરત એક પરિવર્તન નોંધ્યું, જે તેને કેટલાય દિવસો સુધી સમજાયું નહીં. હવે શિલ્પા તેની સાથે બહુ વાતો કરતી નથી અને તેની મા પણ પહેલાંની જેમ તેના માટે ચાની સાથે નાસ્તો મૂકતી નથી. જો નાસ્તો મૂક્યો હોય, તો પણ અગાઉની જેમ આગ્રહ તો કરતી જ નથી.

અને પ્રહલાદની મિત્રતા પણ પહેલાં જેટલી ગાઢ જણાતી નથી.

डॉ. पूर्वा शर्मा

(અનુવાદક – ડૉ. પૂર્વા શર્મા )

-0-

गतिविधियाँ

  • सम्पर्क:-

    सुकेश साहनी

    185,उत्सव,महानगर पार्ट–2
    बरेली–243122 (उ.प्र.)


    sahnisukesh@gmail.com

    रामेश्वर काम्बोज ´हिमांशु´

    रचनाएँ भेजने के लिए ई-मेल-:-

    laghukatha89@gmail.com

    विशेष सूचना-:-

    पूर्व अनुमति के बिना लघुकथा डॉट कॉंम की सामग्री का उपयोग नहीं किया जा सकता ।

    केवल स्वीकृत रचनाओं की ही सूचना दी जाती है।

    -सम्पादक द्वय

Design by TemplateWorld and brought to you by SmashingMagazine