जून 2026

भाषान्तरરોટલી ની યાત્રા     Posted: December 1, 2024

અનુવાદક : ડૉ. તૃપ્તિ એમ.જોશી

/ अनुवाद : डॉ. तृप्ति जोशी

  શ્યામ સુંદર દિપ્તી

      ”
આટલી બધી રોટલીઓ વધી પડી, અનાજનો બગાડ કરાય.” મા રસોડામાં પ્રવેશતા રોટલીઓ નો થપ્પો જોતા કહ્યું.
   ”
માતાજી, પહેલાં સમોસા, પકોડા ખાઈ લીધા ,પછી રોટલીઓ કોને ખાવી હતી.” – વહુએ જવાબ આપ્યો. “હોટલમાંથી રોટલીઓ ઓછી મંગાવવી હતી નેમા રોટલીઓ ને એક કાગળના પડીકામાં મૂકતા કહ્યું.
   “
બસ માતાજી , ઉતાવળે ઉતાવળે મજાકમસ્તી માં ગણતરી કરી અને એમણે   ઑડર કરી દિધો.” વહુએ ચોખવટ કરવાની કોશિશ કરી.
ચાલ જવા દે , હવે .એમ કર કે બહાર કચરાપેટી પાસે રાખી દે.કચરો લેવા માટે છોકરો આવશે ને , તેને આપી દેજે, કોઈ ગરીબનાં મોઢે તો જશે.” મા વહુને પડીકું હાથમાં આપતા કહ્યું.
કચરાવાળાએ ઘંટડી વગાડી, તો મા ઉતાવળે દોડી ને ગઈ. દરવાજો ખોલીને જ્યારે તે કચરો લેવા લાગ્યો , તો મા કહેવા લાગી,  ” ભાઈ રોટલીઓ પણ લેતો જજે.” કચરા ને રેકડી માં નાખી કચરાપેટી પાછી મૂકી અને રોટલીઓ નું પડીકું લઈ ને કચરા સાથે મૂકી દીધું.
મા હજી ત્યાં ઊભી હતી.તરત બોલી,  ” તે એને પણ કચરા સાથે રાખી દીધું.રેકડી નાં હેન્ડલ માં ભરાવી દેવાનું હતું.”
બહેનજી,  ” તે બોલતો બોલતો અટક્યો, અને ફરી કહ્યું.” વાત એમ છે ને કે છોકરાઓ ખાતા નથી.”
કેમ ? શું થયું ? તાજા જેવી છે, રાત્રે છોકરાઓ વધારે મંગાવી લીધી હતી,મા સમજાવવાની કોશિશ કરી.
તે મનમાં બબડ્યો (ગણગણ્યો), ” જો તાજા જેવી છે, તો તમે કેમ નથી ખાઈ જતાં,પરંતુ બોલ્યો નહિ. તેને લગભગ દરરોજ આવી વાતો નો સામનો કરવો પડે છે.
તેણે સહજતાથી કહ્યું,  ” તો બરોબર છે બહેનજી, પરંતુ બાળકો કહે છે કે મા બનાવેલી રોટલી ખાઈશું.”
-0-

गतिविधियाँ

  • सम्पर्क:-

    सुकेश साहनी

    185,उत्सव,महानगर पार्ट–2
    बरेली–243122 (उ.प्र.)


    sahnisukesh@gmail.com

    रामेश्वर काम्बोज ´हिमांशु´

    रचनाएँ भेजने के लिए ई-मेल-:-

    laghukatha89@gmail.com

    विशेष सूचना-:-

    पूर्व अनुमति के बिना लघुकथा डॉट कॉंम की सामग्री का उपयोग नहीं किया जा सकता ।

    केवल स्वीकृत रचनाओं की ही सूचना दी जाती है।

    -सम्पादक द्वय

Design by TemplateWorld and brought to you by SmashingMagazine