લેખક : દીપક ઘોષ
અનુવાદક : ડૉ.તૃપ્તિ દવે જોશી
ચાર વર્ષનો છોકરો ફૂટપાથ પર બેસીને જોર જોરથી રડી રહ્યો હતો. તેના ગંદા, મેલા ચહેરા પર આંસુઓની ધાર વહેતી હતી. છોકરો થોડીવાર ચૂપ થતો અને ફરી રડવા લાગતો. એક વ્યક્તિ ઘણાં લાંબા સમયથી આ છોકરાને રડતો જોઈ રહ્યા હતા. તેમને ઈચ્છા થઈ કે જાણું તો ખરા કે શા માટે આ છોકરો આટલા સમયથી રડી રહ્યો છે.
માણસે છોકરાને નજીક જઈને પૂછ્યું , – શા માટે રડે છે તું? શું થયું તને ? છોકરો રડતા રડતા બોલ્યો, ” ભૂખ લાગી છે.” માણસે આશ્ચર્ય થી કહ્યું, ભૂખ લાગી છે. અરે તારા હાથમાં તો રોટલી છે, ખાતો કેમ નથી?
છોકરાએ પહેલાં માણસની તરફ જોતા કહ્યું ,- ” ખાઈ જઈશ તો ખલાસ (પૂરી)થઈ જશે.”